________________
૨૯
૫. ન્યાયસાગર.
લગ્ન કરવા અનિચ્છા દર્શાવી. નેમિદાસ હંમેશાં ગુરૂ પાસે જઈ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતા અને નવકારશી, પારસી, એકાસણાદિ વ્રત પચ્ચખ્ખાણ કરતા. એક વર્ષ વીત્યા પછી અર્થાત્ જ્યારે તે નવ વર્ષના થયા ત્યારે તેના કાકાએ તેને ભણવા માટે નિશાળે મુકયેા. થોડાજ સમયમાં તેણે પોતાની તીવ્રબુદ્ધિને લીધે અધ્યાપકની પ્રીતિ સંપાદન કરી લીધી અને વિદ્યા પણ સઘળી ગ્રહણ કરી લીધી. આથી તેની માતા અને કાકા વિગેરે કુટુબીજના ઘણાં ખુશી થયાં.
એક દિવસે નેમિદાસ પોતાના કાકા સાથે ચૈત્યહારવા (દેવદર્શન કરવા) અર્થે ગયા. મારિમાં દેવદર્શન કરી ગુરૂવ'દન કરવા અન્ને જણા ઉપાશ્રયે ગયા. ત્યાં તે વખતે ઉત્તમસાગરજી નામના મુનિ પોતાના શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસ રહેલા હતા. તેમનુ વ્યાખ્યાન સાંભળી નેમિદ્રાસની સુષુપ્ત વૈરાગ્યવૃત્તિ જાગૃત થઇ અને તેણે પેાતાના કાકાને, પેાતાના દીક્ષા લેવાના વિચાર જણાવ્યેા. કાકાએ, તેના ઘણા આગ્રહથી અનુમતિ આપી અને ખાલક નેમિદાસને ઉત્તમસાગરજી ગુરૂ પાસે મૂકયેા. શુભ મુહુર્ત્ત ોઇ ગુરૂએ દીક્ષા આપી અને નેમિદાસને બદલે ન્યાયસાગર નામ સ્થાપન કર્યું. ભિન્નમાલના શ્રાવકવગે ઘણા દ્રવ્યના વ્યય કરી તેના દીક્ષા મહેાત્સવ ઉજન્મ્યા.
હવે, ન્યાયસાગરને પ્રથમ ગુરૂ મહારાજે ષડાવશ્યક શીખવી, ક્રમથી જીવવિચાર નવતત્ત્વ, દ્રવ્યગુણુપર્યાયસ્વરૂપ, ક ગ્રંથ, ક`પ્રકૃતિ વિગેરે સઘળા પ્રકરણ ગ્રંથા શીખવ્યા. પછી ગણધર ગ્રથિત આગમને અભ્યાસ કરાવ્યેા. જૈન વ્યાકરણ, ( સિદ્ધહેમશબ્દાનુશાસન ? ) હરિભદ્રસૂરિ અને યશોવિજય ઉપાધ્યાયના રચેલા પ્રાઢ અને ગહન ગ્રંથાના પણુ સાથે અભ્યાસ કર્યા લધુ કામુદ્દી, સિદ્ધાન્તકામુદ્રી, અને સવાલક્ષ શ્લોક પ્રમાણ મહાભાષ્ય ( પાત'જલ મહાભાષ્ય ), નૈષધાદિ પાંચ કાવ્ય, અલંકાર શાસ્ત્ર અને જ્યાતિષશાસ્ત્રનુ પણ ચચેષ્ટ
અધ્યયન કરી તેમાં પ્રવીણતા મેળવી.
આવી રીતે શાસ્ત્રાભ્યાસ કરતા કરતા તેમજ ગુરૂમહારાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org