SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પં૦ વૃદ્ધિવિજયગણિ. આ વડનગર પાસે ડાભલી નામે ગામ છે ત્યાં પ્રગટમલ (એ પિરાવાડ જ્ઞાતિનું, જેમ એસવાલેનું અરડકમલ્લ બિરૂદ છે તેમ, બિરૂદ છે) પિરવાડ આણંદશાહ નામે વ્યવહારી વસતે હતે. તેને ઉત્તમદે નામની સુલક્ષણી ગૃહિણી હતી. તેણીએ પિતાના પીયર વીસલનગરમાં એક પુત્ર પ્રસચૅ હતા કે જેનું નામ બોઘો પાડવામાં આવ્યું હતું. કમથી જ્યારે તે આઠ વર્ષ થયે ત્યારે તેને નિશાળે મુકવામાં આવ્યું કે જ્યાં તેણે થોડા જ સમયમાં ઉચિત એવું વ્યાવહારિક જ્ઞાન મેળવ્યું. એક સમયે તપાગચ્છના પ્રસિદ્ધ સાધુ કવિ “સત્યવિજય ગણિ તે ગામમાં પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી કુમાર બઘાનું મન સંસાર ત્યાગી સંયમ લેવા તત્પર થયું. ગુરૂ મહારાજને તે વાત જણાવી અને દીક્ષા આપવાની માંગણી કરી. પ્રથમ તે મુનિવરે ચારિત્રની કઠિનતા દેખાડી અને પછી કહ્યું કે સ્વજન વિગેરેની અનુમતિ લઈ, સંયમ નિર્વહવાની પિતાની શક્તિને પૂર્ણ વિચાર કરી પછી દીક્ષા લેવી જોઈએ. બોઘાએ તે પ્રમાણે સ્વજનેને સમજાવી ઘણી મુશ્કેલીઓ તેમની અનુમતિ મેળવી. ગુરૂ મહારાજની સાથે ગમન કર્યું અને ચાણમાં ગામમાં ભટેવા પાર્શ્વનાથની સન્મુખ, પુણ્યક્ષેત્ર પાટણના સંઘ સમક્ષ સંવત્ ૧૭૩૫ માં દીક્ષા લીધી. વૃદ્ધિવિજય નામ આપી ગુરૂએ પિતાના મુખ્ય શિષ્ય પંડિત કપૂરવિજય ગણિને શિક્ષા ગ્રહણ કરવા માટે ઓંખ્યા. કમથી શાસ્ત્રનું અધ્યયન કરવા માંડ્યું. કવિ કુશલવિય પાસે પણ કેટલેક અભ્યાસ કર્યો. સત્રના ગોદ્વહન કર્યા પછી એગ્ય જાણું ગુરૂમહારાજે ગ૭નાયક પાસે પંડિત-પદ અપાવ્યું. અત્યવિજયગણિ પિતાની વૃદ્ધાવસ્થામાં કેટલાક વર્ષ પાટણમાં સ્થિરવાસ રહ્યા ત્યારે તેમનું વૈયાવૃત્ય કરવા માટે વૃદ્ધિવિયે તેમની ૧-૨ આ બને ગુરૂ-શિવના ચરિત્રો માટે જુઓ “જેનરાસમાળા— ભાગ ૧ લો. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy