________________
ક
રત્નકતિરિ.
કર્યો. સંવત્ ૧૬૮૬ ના વૈશાખ સુદિ ૫ ના શુભ દિવસે, રાજનગર (અમદાબાદ) ના રાજપુરામાં, ઉત્સવપૂર્વક રામજીને દીક્ષા આપવામાં આવી અને રાજકીતિ નામ સ્થાપન કર્યું. શ્રીમાળી જ્ઞાતિની વૃદ્ધ શાખાવાળા શા. કાનજીએ (કે જેની સ્ત્રીનું નામ ગમતાદે અને પુત્રનું નામ પુજે હતું) ઘણા આડંબર પૂર્વક દીક્ષા મહેન્સવ કર્યો.
સાધુના સંયમપૂર્વક રાજકીર્તિએ તેમના પૂજ્ય ગુરૂસાથે દેશવિદેશમાં વિહાર કર્યો. એમ કરતાં વીશ વર્ષ પ્રસાર થયાં અને શ્રીભુવનકતિસૂરિએ અમદાવાદમાં ચોમાસું કર્યું. આ સમયે શ્રીમાલી લઘુ શાખા (દશા) જ્ઞાતીય શાહ રતને પિતાની સ્ત્રી ગમતાદે સંઘાતે સૂરિજી પાસે આવી આચાર્ય મહોત્સવ કરવાની ઉત્કંઠા દર્શાવી. તે વાતને સ્વીકાર થતાં કંકોતરી મોકલાવી સાજન માજનને બોલાવ્યા, ને રત્નકતિને સંવત્ ૧૭૦૭ ના વૈશાખ સુદ ત્રીજને દિને આચાર્ય પદ આપી ગુરૂએ પિતાના ગણધર–યુવરાજ સ્થાપ્યા. આ મહોત્સવમાં શાહ રતન સુત નાગજીએ પણ સારે ભાગ લીધો. - આ પછી ગુરૂની આજ્ઞાથી જ્યાં જ્યાં પિતાને પરિવાર હતો તે તે ગામમાં રત્નકતિસૂરિએ વિહાર કર્યો. ત્રણ વર્ષ થયાં એટલે ભુવનકીતિએ સ્વર્ગગમન કર્યું. ત્યાર પછી એક વર્ષે દધિગ્રામદધિપુર (હાલ જેને ડભઈ કહેવામાં આવે છે) ના શ્રીમાળી જ્ઞાતીય શાહ પ્રેમજી કે જેની સ્ત્રીનું નામ ફલબાઈ હતું, તેણે ગુરૂના પદમહોત્સવ કરવાને લ્હાવો લેવાનું મન થતાં રત્નકતિસૂરિને આમંત્રણ કર્યું. અને સૂરિ ગામમાં આવતાં સંવત્ ૧૭૧૧ ના ચૈત્ર વદિ ત્રીજને દિને ઉત્સવપૂર્વક પદ પ્રતિષ્ઠા કરી. શાહ પ્રેમજીના પાંચ પુત્ર (દેવચંદ, અમીચંદ વગેરે) અને એક પુત્રીએ આનંદપૂર્વક આમાં ભાગ લીધે.
આવી રીતે ઘણા નગરે અને દેશમાં ફર્યા. તે દરમ્યાન તેમને ચાર શિષ્ય થયા. છેવટે અંતસમય સમીપ આ જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org