________________
તેત્રીસ સહસ એજન મધ્ય ગાલ, ઉત્તર કુરૂ દેવકુર વિચાલ, ૩ શીતા અને શીદા નામ, સરિતા પુરવ પશ્ચિમ ધામ; ક્ષેત્ર વિદેહ જાણે નિરધાર, વિજય બત્રીશે અછે ઉદાર દય ક્ષેત્ર યુગલનાં કહ્યા, ઉત્તર દિશિ તે સૂત્રથી લહ્યાં ક્ષેત્ર દેય દેય કહ્યાં છે યુગલ, દક્ષણ દિશે એ જાણે સકલ. ૫ એરવત ક્ષેત્ર છે ઉત્તર દિશે, ભરત ક્ષેત્ર છે દક્ષણ દિશે; પાંચસે છવીસ જન તેહ, છએ કલા ઉપર છે જેહ મધ્ય અ છે વતાઢ્ય પ્રચંડ, ગંગા સિંધુ નદી અખંડ, તિહ બત્રીસ સહસ છે દેશ, બિહાં લિખિમી કીધો પરસ. આરિજ દેશ કહ્યા મધ્ય ખંડ, સાઢા પંચવીસ છે મહિમંડ, સકલ દેશ તિણે શિણગાર, માલવદેશ મહા સુખકાર. જિણિ દેશે કોઈ ન પડે દુકાલ, સદા મુદા સહુ લેક સુગાલ; બહલી નદીઓ છે ભરપુર, નરનારીના મુખ પરિનુર. ૯ એક લાખ બાણું સહસ વરગામ, દાન સાલા બહુ પુન્યના ઠામ, સુપર લેક વસે છે ઘણુ, બહુ પરિવારે નહીં કે મણું. ૧૦ યાચક ને બહુ દેવે દાન, ખટ દર્શનના જિહાં બહુ માન, ધરમી જનની સેવા કરે, પુન્ય તણાં તે પિતાં ભરે. ૧૧ ઉજજેણે નયરી પુરઠમ, બહુલા લેક વસે તિથુિં ગામ દિલ્લીસરનું તિહાં છે રાજ સારે સહુના વંછિત કાજ. ૧૨ સુદર્શન પુરતેહ પરિસર ગામ, અતિ આદિત જન આરામ; બ્રાહાણ બહલ વસે છે ઘણા, ષટ શાસ્ત્રી તે વિદ્યાતા. ૧૩ જીવનનંદ વિપ્ર તિહાં વસે, વિદ્યા ચઉદ તે અભ્યસે; મતિ છતિ ગતિ રતિ મને તેહ, પરિવ્રાજક મત જાણે જેહ. ૧૪ તસ ઘર ઘરણું સેહે સતી, પતિ ભગતી તે છે સુભમતિ; રૂપે રંભાને અનુહાર, વડહથવારૂ છે દાતાર. ૧૫ જવાં બાઈ એક દિન જસે, સૂતી સુપનું દેખે તિસે, સીહ સુપન લહી જાગી જામ, તત ખિણ પૂછે પતિને તામ. ૧૬ સ્વામી સુપન લહ્યું હે આજ, સાર્દુલ દીઠે મહારાજ પૂરી હુઈ એ પહિલી ઢાલ, વલ્લભકુશલ બહુ મંગળ માલ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org