________________
૧૮૮
સીઆઈ સી સહિવું એ, રહિવું એ મઈલઇ વેસિ; તરૂણ પણઈ વિણ તરૂણુઅ, ધરણું આ શરણ ધરેસિ. ઊન્હાલઈ વલી પાપીઈ, તાપીઈ સયલ સરીર; વિણ જલ તુઝ ઝલવાઈસિઈ, થાઈસીઈ કિમ સુખ વીર. વિસમ પરીસહ સહિવા, વહિવા રોગ અનેક એક મુખિઈ કરીસ્યુ કહું, નવિ લહું દુખહ છે. વલી વિમાસી તું વચ્છ એ, લરિછ એ હસિઈ અણહ; તુઝ વિણ મઝ મન નવિ રહઈ, વિરહઈ એ દેસિઈ દાહ પરણીનઈ મન ગમતીય, જુવતી આ કરિન વિલાસ; અવર હુઈ તુઝ મન રૂલી, તે વલી પૂરૂં આસ. નાતઈ ઈણિ પરિ ભવિ૬, ભવિઉ ઘણું સંસારિક વલતું દાખિણુ પાખઈ, ભાખઈ ઈસિઉ કુમાર.
અદેલા. વનતડી સુણિ તાય!, મકરિ મકરિ અંતરાય, કાયજિ કારિમઈએ, મઝ મન નવિ રમઈએ. નરભવ વાર અનંત, પામિલ ભમંત ભમત; ચિ તિ ન આણીએ, જિનધર્મ જાણીએ. દુલહુ એહ અવતાર, શ્રાવય કુલ આચાર ચારિત વિણ સહીએ, મુગતિ નથી કહીએ. જિમજિમ બાંધઈ મેહ, તિમતિમ લહઈ વિહુ કેહિઇ વિનડિએ, ચિહું ગતિ ભમડિએ. કહિંના પૂત્ર પરિવાર, હિંના એ ઘરબાર આરતિ છવડઈએ, કીધી એવડઈએ. તાત તુહીઈ વિચારી, એ સંસાર અસાર; સાર સંયમધરૂએ, મુગતિ રમણિ વરુંએ. જાણું ગુરૂ ઉપદેસ, મુંક કર્મ અસેસ લેસિજ ચારિતુએ, મઝ મન વારિતુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org