________________
સાચા સુખને માગ:
૫૮
s
આપ્યું છે તેણે, દુનિયાનું નંદનવનને બદલે કંટવનમાં રૂપાંતર કરી નાખ્યું છે.
રિજના સો કમાનારના જીવને પણ શાન્તિ નથી ને પરસેવે પાડીને પાંચ કમાનાર પણ અનેક મુસીબતે સહન કરે છે.
આ નવ ગ્રહોની અસરથી દૂર રહેવા માટે ઉદાર બને, વિવેક કેળવે, માનવની ઈજજત કરતાં શિખે. તમારા ખ્યાલની સાથોસાથ બીજાને ખ્યાલ રાખવાની ભાવના કેળવે.
માત્ર અન્ન-વસ્ત્ર અને આવાસ પૂરતું જ માનવજીવન છે એવું કદી ન સમજશે. જે એવી સમજ તમારા હૈયામાં હોય તે એને તરત દૂર કરી દેજે.
માનવના પ્રકાર:
આ દુનિયામાં માને અનેક પ્રકારના હોય છે. અનેક તે પ્રકારોને સમાવેશ મુખ્ય ત્રણ પ્રકારમાં થઈ જાય છે. તે મુખ્ય પ્રકાર એટલે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ.
ઉત્તમ માનવોને સ્વભાવ ચંદન જેવો હોય છે. જાતે ઘસાય પણ બીજાને સુગંધ આપ્યા સિવાય ન જપે. એ ઘસારાને અણસાર પણ તેમના વદન પર આકાર લઈ શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org