________________
સફળતાનાં સોપાન
મધ્યમ પ્રકારના માણસો વણિવૃત્તિવાળા હોય છે. જે રીતે એક વેપારી, ગ્રાહક પાસેથી રૂપીઓ લઈને બદલામાં તેને રૂપીઆનો માલ આપે તે રીતે ઉક્ત વૃત્તિવાળા માન, પિતાનું હિત કરનારનું હિત કરવાની ભાવના રાખે છે અને અહિત કરનારનું અહિત કરવાની વૃત્તિ ધરાવે છે.
જ્યારે કનિષ્ઠ પ્રકારના માનવે ડાકુ જેવા હોય છે. ડાકુ નિરપરાધી જનેના જાન, માલ લૂંટી લે છે તેમ આ વૃત્તિવાળા માનવે બીજાનું ખરાબ કરવામાં જ વધુ રસ ધરાવે છે. તેમનાથી કેઈનું સારું ખમાતું નથી. ભલાના કરનારનું પણ ભૂંડું આવી જાતના માણસો કરી નાખે છે અને તેને લવલેશ પસ્તા તેમના વદન પર વાંચવા મળતું નથી.
પણ સાચી વાત એ છે કે તમારે સુખી થવું હશે તે તમારે તમારા સુખમાંથી બીજાને સપ્રેમ ભાગ આપ જ પડશે. દુખીનું દુઃખ દૂર કરવાની ભાવના સિવાય જીવનમાં સુખનું ઝરણું વહેતું નહિ થઈ શકે.
સાચું સુખ
જગતના બધા જ ઈચ્છે તે છે સુખ જ, પરંતુ ઈચ્છવા જેવું સુખ કયું છે? તે બાબતને વિવેક ખૂબ જ ઓછાને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org