________________
સાચા સુખને માર્ગ: . કેટલાક માનવે આ દુનિયાના સુખને ઈચ્છતા હોય છે, અને તે સુખની ભૂખથી પ્રેરાઈને ધર્મક્રિયા કરે છે, જ્યારે કેટલાક પલકના સુખની ઈચ્છાથી ધર્મક્રિયા કરે છે અને કેટલાક વિવેકી આત્માઓ મોક્ષના અવ્યાબાધ સુખને માટે ધર્મક્રિયા કરે છે.
આલોક અને પરલોકનાં સુખ આ જીવે અનેકવાર ભગવ્યાં છે અને તેનાં ફળ પણ ચાખ્યાં છે એટલે તેમાં
ભાવા જેવું કશું જ નથી એમ હવે તમને લાગવું જોઈએ. - આલોક અને પરલોકનાં સઘળાં સુખ એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલ્લામાં મેક્ષસુખનો એક રતિ એટલે જ ભાગ મૂકવામાં આવે તે પણ પલ્લું રતિભાર તે સુખવાળું જ નમતું થાય.
અહીંનાં બધાં સુખ કાચી માટીના કુંભ જેવાં છે. એવા તકલાદી સુખની પાછળ, જેના વડે શાશ્વત સુખની સાધના કરી શકાય છે, એવા માનવદેહ, માનવસમય અને માનવબળને દુરૂપયોગ કરતાં તમારે અટકી જવું જોઈએ, અને શાશ્વત સુખની સાધનામાં જોડાઈ જવું જોઈએ.
સાચી સ્વતન્ત્રતા?
- ત્રણ લોકમાં સર્વશ્રેષ્ઠ શ્રી અરિહંત ભગવંતે જ છે. શ્રી અરિહંતના ત્રિભુવન ઉપરના ઉપકારને કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org