________________
૫૫:
સફળતાનાં સોપાન: સુખી દુઃખીને ધકકે ચઢાવે, દુઃખી સુખીને જોઈને બળે. એ બધી જ સ્વાર્થની રામાયણ.
બે પ્રકારના સંબંધ?
આ સંસારમાં સંબંધ બે પ્રકાર છે. એક સ્વાર્થને, બીજે સ્નેહને.
સ્વાર્થને સંબંધી, જેની સાથે સંબંધ રાખે છે તેની પાછળ તેને આશય પિતાના સ્વાર્થની માત્ર પૂતિને હોય છે, તેના હૈયામાં સામા માટે લાગણી હોતી નથી. અને પિતાને સ્વાર્થ સરે છે, એટલે તેવા સ્વાથી માણસ, “તું કેણ અને હું કેણ?” જેવું સાવ કેરૂં વલણ અપનાવે છે.
પણ એ ન ભૂલશે કે માત્ર પંડને સગે, દુનિયામાં ઈને પિતાને સાચે સગે બનાવી શકતો નથી અને ખરા સમયે તેની હાલત ખૂબજ દયાપાત્ર બની જાય છે. પિતાના હૈયામાં કેઈને પણ સ્થાન નહિ આપનાર માનવી, કેઈન પણ હૈયામાં સ્થાન પામી શક્તો નથી.
જ્યારે સ્નેહની સગાઈ અનોખી હોય છે. તેમાં લેવા માટે નહિ, આપવા માટે પડાપડી થતી હોય છે. એક-બીજા માટે ઘસાઈ છૂટવાની ભાવના જોર કરતી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org