________________
સાચા સુખનો માર્ગ :
૫૪
સુખને રાજમાર્ગ:
- કેઈનું પણ શરીર સદા કાળ ટકયું નથી, ટકતું નથી, ટકવાનું નથી. માટે એ કાયામાં કદી ન લપટાશો. તેને મેહમાં આત્માને નીચે ન પાડશે.
બને તે ભલામાં ભાગ લે! નહિતર મળેલા માનવજીવનના એક અંશનો પણ બીજાના અહિત પાછળ દરૂપગ નજ કરશે!
મહાસંતની ભૂમિ ઉપર જન્મ મળે છે તો તેને સફળ કરવા માટે તમારે સર્વના કલ્યાણની ભાવનાને આચારમાં વણવી જોઈએ.નબળા વિચારને પડખે બેસશે તે તે જીવનને બરબાદ કરી નાખશે.
સારૂં મળે ત્યાંથી ગ્રહણ કરે! શત્રુની પણ નબળી બાજુને સમાજમાં ઉઘાડી પાડવાથી તમને કશો જ લાભ નહિ થાય અને એ નબળાઈના પ્રદર્શનમાંથી બીજાઓને નુકશાન થશે. - જે સુખ ઈચ્છતો હોય તેને બીજાનું સુખ ગમે કે ખે? કહે કે ગમે તે, તમને બીજાનું સુખ ગમે છે ને? એ સુખ અપાવનારો ધર્મ પણ ગમે છે ને?
જેને સુખ જ ગમતું હોય તે માનવી, અન્યનું દુઃખ જોઈને દુઃખી થાય કે સુખી? દુઃખીને ધક્કા મારે તે સુખી કહેવાય કે કઠણ કાળજાને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org