________________
સફળતાનાં પાન; ચેતીને ચાલવાની ખાસ જરૂર છે. નહિતર તમારું શરીર એ યુગનું સાધન મટીને ભોગ તેમજ રંગનું ઘર બની જશે.
સુખનું ત્રીજું સાધન
મન, બુદ્ધિ તેમજ તનના બળના સદુપગની સાથેસાથે ધનના બળને સદુપગ કેમ કરે? તે પણ તમને આવડવું જોઈએ.
ધન એટલે સંપત્તિ. પૂર્વ પુણ્યના ઉદયે તે મળે છે. | વિપત્તિમાં મૂકાએલા આત્માઓને સહાયરૂપ થવામાં તમારે તેને સદુપયોગ કરે જોઈએ. પરમ દયાળુ પરમાત્માની ભક્તિ પાછળ, ભાવપૂર્વક ખર્ચાતી એક એક પાઈનું તાત્વિક રીતે ખૂબજ મૂલ્ય છે એ ન ભૂલશે!
તમે વાત, વાતમાં જલસા કરે અને તમારા પાડોશીના બાળકો અન્ન વગર ટળવળતાં હોય એ સ્થિતિ શું તમારા માટે શોભાસ્પદ છે?
બુંગિયાનો અવાજ સાંભળીને જવાંમર્દો ગામના ગંદરે દોડી જાય છે અને બદમાશોને ભગાડી મૂકે છે, તે પછી ધનને બળવાળા શ્રીમંતની હાજરી વચ્ચે ગરીબ-દરિદ્રો કેવળ ધનહીન હોવાના કારણે મૂંઝાઈ મરે એ શું શ્રીમંતોને માથે જેવું તેવું કલંક ગણાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org