________________
શક્તિ વાપરી નાખવી અને પરની વાત સાંભળીને પૂંઠ ફેરવી જવી.
આ રાત ઉપર ચાલવાથી તમે સુખી નહિ બની શકે પરંતુ વધુ દુખી થશે. - બુદ્ધિને સ્વાર્થીના પિષણ પાછળ તેમજ અન્યના શેષણ પાછળ, ન બરબાદ કરશે. બુદ્ધિની બરબાદીમાંથી જીવનની આબાદીનું પ્રભાત નહિ ઉઘડે તે નક્કી માનજે.
તત્વ-વિચારણામાં બુદ્ધિની સાર્થકતા છે. સુખનું બીજું સાધન
સાચા સુખની સાધના માટે શુદ્ધ બુદ્ધિ જેટલું જ ઉપગી શરીર પણ છે. એ શરીરને યથેચ્છપણે વેડફવાની બાપુની મુડી ન માનશે. શરીરના સાચા સહગ સિવાય, મેહરાજાની સેનાને ભગાડી મૂકવાનું આત્માનું કામ પણ અધૂરું રહી જાય.
સંયમ દ્વારા શરીર પાસેથી કામ લેવાની રીત સર્વોત્તમ છે. ઈન્દ્રિયોને લાડ લડાવશે તે શરીર પાસેથી તમે સાચું કામ કઢાવી નહિ શકો.
આરામ અને થાકની આજની તમારી વ્યાખ્યાઓ પ્રાણ વગરની છે, માત્ર પ્રમાદને પોષનારી છે. આરામ માટે વિલાસ અને તે વિલાસને અંતે થાક શું આને તમે સાચું જીવન કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org