________________
જાયા સુખનો ભાગ
આત્માના ઘર તરફ નજર સુદ્ધાં કરવાની દરકાર રાખ્યા સિવાય, તમે પદાર્થોના પુંજમાં તે સુખની શોધ કરતા રહે એટલે તે શું તમને મળી જાય ખરું કે? - સાચું સુખ જ્યાં વસેલું છે તે આત્માના ઘર તરફ જવાને સાચો માર્ગ પણ તમારે જાણી લેવો જોઈએ તે માર્ગ ઉપર ચાલવા માટે તમારે સાચી વિનમ્રતા કેળવવી પડશે ઉદંડ મનેદશા ત્યાં નહિ ચાલે. અહંકારને સઘળે ભાર પણ તમારે ઉતારી દેવું પડશે.
આવા વર્તનથી તમારે આત્મા કંઈક હળ બનશે, તમારા પુણ્યમાં વધારો થશે, તેના પ્રભાવે વણમાગ્યું સુખ તમને શોધતું આવશે. આજની પરિસ્થિતિ
આજના આત્માઓની પુણ્યાઈ, પરિસ્થિતિ જોતાં ખૂબ પાતળી લાગે છે. અને તેના કારણે સાત સાંધીએ ત્યાં તેર તૂટે એ હાલ સર્જાય છે. પાતળા આ પુણ્યને પુષ્ટ કરવા માટે તમારે તમારા બધા પ્રાણને સર્વના કલ્યાણની ભાવનામાં ભાવપૂર્વક સ્નાન કરાવવું જોઈએ. કેઈને ય અહિતમાં તમારા એક પણ પ્રાણને સીધો કે આડકતરે ટેકે ન રહેવું જોઈએ.
તમે જે સુખ ઈચ્છો છે, તે જ સુખ બધા ઈચ્છે છે, એમ સમજી-વિચારીને તમારે તમારી પ્રવૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org