________________
સાચા સુખને માર્ગ :
૪૦ ?
આ ગેરસમજ દૂર કરવી તે તમારા હાથની વાત છે, અને સાચી સમાજને હૈયામાં સ્થિર થવા દેતી તે પણ તમારા હાથની વાત છે. સુખ અને સુખાભાસ
સુખ અને સુખાભાસ એ બે વચ્ચે ભેદ પારખવાની પૂરી શક્તિ માનવમાં છે. એ શક્તિને જે તે વિવેકપૂર્વક ઉપયોગ કરતા થાય તે તેનું જીવન સુખધામ બની જાય. સુખ આપનારા મનાતા સાધનોને આધીન બન્યા સિવાય તે આગળ જાય.
સુખ તેનું નામ કે જેમાં દુઃખનો એક અંશ પણ ન હોય.
આવું સે ટચનું સુખ ભોગવવા માટે તમારે સો ટચના માનવ બનવું પડશે.
વિષયને ખોળે સુખ શોધવું તે ઝેરને અમૃત સમજીને જીભે લગાડવા જેવું છે.
સંસારમાં સાચું સુખ હેત તે અનંતજ્ઞાનીઓએ મોક્ષને માર્ગ પ્રરૂપે ન હેત.
જેના અંતે દુઃખ છે તેવા સુખને સુખ કહેવાય જ નહિ. એવું ઘણું સુખ આજ સુધી તમે ભેગવ્યું તેમ છતાં તમે સુખી છે એમ તમેજ તમારી છાતી ઉપર હાથ મૂકીને બેસી શકે તેમ છે ખરા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org