________________
સફળતાનાં પાનઃ
૩૨
આ અરસામાં તેજ ગામમાં એક મુનિ મહારાજ પધાર્યા. વાત્સલ્યઝરતી તેમની વાણી સાંભળીને સાસુના દિલમાં થયું કે, “આ પૂજ્ય પુરુષને આખીયે હકીકત જણાવવાથી મને જરૂર કંઈક ફાયદો થશે.”
આમ વિચારીને તેણે પિતાના ઘરની હકીકત તે મુનિ મહારાજને જણાવી દીધી. - જે વિચાર સાસુને આવ્યો. તેજ વહુને પણ આવ્યો અને વહુએ પણ સઘળી વિતક કથા મુનિરાજને કહી દીધી.
સાસુ અને વહુ બંનેની વાત સાંભળી મુનિરાજ, પરિસ્થિતિનું રહસ્ય સમજી ગયા.
તેમણે વહુને એક દવા આપી અને કહ્યું કે, “જ્યારે તારાં સાસુ તને લઢવા લાગે ત્યારે આ દવા એ રીતે મેંમાં રાખવી કે તે ન ગળા નીચે ઉતરી જાય કે ન બહાર નીકળી જાય.
પવિત્ર દવાની બાટલી સાથે હરખાતી વહુ ઘેર ગઈ.
જ્યારે તેની સાસુ તેને લઢે છે ત્યારે તે, તે બાટલીમાંની દવા પિતાના મૅમાં રાખે છે. અને મુનિરાજની સૂચના હોવાથી નથી તે તે, તે દવાને ગળા નીચે ઉતરવા દેતી કે નથી બહાર કાઢતી. આવી સખ્ત પરહેજીને કારણે સાસુના મેણા-ટોણુને કશે જ પ્રતિકાર વહુ કરી શકતી નથી. પિતાના દીકરાની વહુનું આવું વિવેકપૂર્ણ વર્તન જોઈને સાસુના મનમાં થયું, વહુ જે નથી બેસતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org