________________
૨૫.
સફળતાનાં પાન
આજની રીતને ભેજન સમારંભમાં જેટલું વપરાય છે, તેટલું જ એઠું મૂકાય છે અને તે પણ એ શિષ્ટાચાર લેખાય છે.
જે આવા આચારને તમે શિષ્ટ આચાર માનતા થઈ જશે તે થાળી ઘેઈને પીનારને આચાર તમને અશિષ્ટ જણાશે અને તે વ્યક્તિ તરફ તમને આદરભાવ પણ ભાગ્યે જ જાગશે.
શરીરને હાથ-પગ સાથે છે તે, શિષ્ટ આચાર યાને સદાચારને સંયમ અને સાદાઈ સાથે સંબંધ છે.
મોજશેખ પાછળ ધૂમ પૈસા વેડફવા અને સત્કાર્ય પાછળ પાંચ રૂપીઆ ખર્ચવાની વાત સાંભળીને પણ ભડવું તે ઉદારતા ન કહેવાય.
ધર્મના કાર્યોમાં જે ઉદાર દિલે પૈસા આપે છે તે ઉદાર અને જરૂરીઆતે વધારવા પાછળ તેમજ વિલાસને વધુ વેગવંતે બનાવવા પાછળ જે પૈસા ખર્ચે તે ઉડાઉ.
ઉદારતા એ સદ્ગુણ છે. ઉડાઉપણું તે દુર્ગુણ છે. ઉડાઉપણું અસદાચારનું જ અંગ છે. સંસાર વધારનારા કાર્યોમાં પણ બને. સંયમી બને!
સંસારને ક્ષય કરનારા કાર્યોમાં ઉદાર બને. અગ્રેસર બને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org