________________
વધારામાં પાન
૨૨:
" સંપત્તિની સુવાસ પરોપકાર વાટે પ્રકટ થાય. પોતે માત્ર પિતાનું જ કરીને બેસી જાય, બીજા તરફ લમણે પણ ન વાળે, એવા માન જે સમાજમાં વધવા માંડે છે, તે સમાજની શુદ્ધિ, શક્તિ અને પ્રગતિ અટકી પડે છે એટલું જ નહિ, પરંતુ ભયાનક અવનતિ થાય છે. આજની સંસ્કૃતિ
આજની સંસ્કૃતિ ઝેરી છે.
તેના પ્રવાહમાં સ્વાર્થ, વિલાસ અને અહંના પરમાણુઓ સમાએલા છે. એટલે તે જેના કોઠે પડે છે. તે માનવી, દેખાવમાં માનવ રહેતો હોવા છતાં વર્તાવમાં લગભગ દાનવ શું બની જાય છે.
આજની સંસ્કૃતિએ માણસને બહારથી વધુ ઉજળ તેમજ સુઘડ બનાવ્યો છે તેની “ના નહિ, પરંતુ તેણે તે જ માણસને અંદરથી એટલે જ મેલે અને અણઘડ બનાવી દીધું છે.
જેના હાથમાં એની બાથમાં” એ ન્યાય જે સમાજમાં અમલી બની જશે તે સમાજ ખલાસ થઈ જશે.
વિચારો! સાચે સંપત્તિવાન વિપત્તિને સાંખી શકે? ભલે પછી તે વિપત્તિ ગમે ત્યાં હોય, ગમે તેને હેય. સંપત્તિશૂરા માનવે તે, વિપત્તિને અંત આણવા પાછળ અણનમ મસ્તકે ગુઝતા હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org