________________
સફળતાનાં સોપાન શેઠ ખૂલ ઢીલા પડી ગયા. તેમની આંખે આંસુભીની થઈ ગઈ
એવામાં એક જ્ઞાની ભગવંત ગામમાં પધાર્યા, શેઠ શાંતિદાસ તેમજ જિનદાસ બંને પ્રતિક્રમણ કરવા ગયા.
શેઠ જિનદાસ અનેક ગૃહસ્થની હાજરી વચ્ચે ઉપાશ્રયમાં ઊભા થયા. બે હાથ જોડયા અને ગુરુ મહારાજને વિનંતી કરી કે, “સાહેબ મને પ્રાયશ્ચિત્ત આપે.”
શેઠને આમ એકાએક ઊભા થએલા જોઈને અનેક ભાગ્યશાળીએ ચક્તિ થઈ ગયા.
શા અપરાધનું પ્રાયશ્ચિત્ત લેવાનું છે?” ગુરુ મહારાજે શેઠને પૂછ્યું.
સાહેબજી મારા હાથે ધર્મસ્થાનમાંથી ભયંકર ચોરી થઈ ગઈ છે તેનું પ્રાયશ્ચિત્ત હું આપશ્રી પાસે માગું છું.”
જિનદાસ શેઠના શબ્દો સાંભળતાંની સાથે જ શેઠ શાંતિદાસ પણ ઊભા થયા અને બે હાથ જોડીને ગુરુ મહારાજને વિનંતી કરી કે, “સાહેબજી, પ્રાયશ્ચિત્ત તેમને નહિ, પણ મને આપો, મારી જ બેપરવાઈને કારણે મારા ધર્મના સગાને હાથે ચોરી થઈ ગઈ એટલે પ્રાયશ્ચિત્તને પાત્ર હું છું નહિ કે ભાઈશ્રી જિનદાસ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org