________________
સફળતાનાં પાન પિોલીસને હવાલે ન કરાવી શકત? પરંતુ જ્યાં સાચી ઉદારતા વસતી હોય છે, એવા હૈયામાં ભાગ્યે જ અન્યને સજા કરવા કે કરાવવાની તુચ્છ સંકુચિતતા ડેકિયું કરી શકે છે.
આવી ઉદારતા આજના શ્રીમંતેમાં છે? જિનદાસ જેવી લજજાળુતા મુશ્કેલીમાં દિવસો પસાર કરતા આજના માનવ પૈકી કેટલામાં હશે? આપતાં શિખે !
માગનારના હાથ નીચે રહે છે તે તે આપણે જાણીએ જ છીએ અને તેથી જ યાચકવૃત્તિને તિરસ્કારવામાં આવે છે. તેમ છતાં પોતાની સામે હાથ ધરનારને ઘસીને ના પાડી દેનારા શ્રીમંત તે વાચકના તિરસ્કાર્ય કૃત્ય કરતાં પણ અધિકતર તિરસ્કારને પાત્ર બની જાય છે.
હેય શ્રીમંત, છતાં કોઈને પણ કશું આપવાની વાત સંભળીને ભડકી ઉઠે, જેમ-તેમ બોલવા માંડે. પિતાના બચાવની યુક્તિઓ અજમાવે તે સાચો શ્રીમંત નથી, પરંતુ શ્રીને દાસ છે.
સંસારની શોભા પુરુષ છે, પુરુષની શોભા લક્ષ્મી છે, લક્ષ્મીની શેભા દાન છે અને દાનની શોભા સુપાત્ર છે.
ભોગ અને નાશના માર્ગે વહી જાય તે પહેલાં પુણ્યબળે પિતાને મળેલી લક્ષ્મીનો સુપાત્ર દાનાદી પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org