________________
: સાફળતાના સોપાન કરવાની હદ સુધીની નિષ્ફરતા, બીજાના દિલમાં ડંખ પેદા ન કરે તે ભાગ્યે જ બની શકે.
પિતાના પાડોશમાં આગ લાગે અને જે બધા પાડેશીઓ પૈકી જે કંઈ એકાદ પણ પાડોશી પિતાના ઘરમાંથી પાણી આપવાની ના પાડી દે છે તે મહાહલાવાળા તેને કઈ નજરે જુએ ?
હલકી જ ને...
લગભગ એવી જ દશા આજના મોટા ભાગના શ્રીમંતોએ પિતાના વર્તન દ્વારા પોતાની કરી મૂકી છે.
પૂર્વકાળમાં શ્રીમંતોને ભોગવતા પણ આવડતું હતું અને ત્યાગતાં પણ આવડતું હતું.
એ શ્રીમતના દ્વારે જઈને ગરીબ “અમર રહોના આશિષ આપતા. શા માટે?
તે એટલા માટે કે એ શ્રીમંતોના હૈયામાં તેમના માટે ભારે ભાર લાગણી હતી, વાત્સલ્ય હતું. તેમનું દુઃખ ટાળવાની જાગૃતિ હતી, સાચી ઉદારતા હતી.
સહુ સહુના પુણ્ય-પાપના ફળ ભોગવે એમાં બીજા શું કરે? એવી દલીલ પણ કેટલાક કરતા હોય છે. તે દલીલને એ જવાબ છે કે, પુણ્ય પણ ઉદારતા આદિ ગુણે સિવાય બંધાતું નથી તેમજ ઝાઝે સમય ટકતું પણ નથી એટલે પુણ્ય-પાપના નામે કર્મમાં અંતરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org