________________
વિજયજી ગણિવરશ્રીની સાથે ચાતુર્માસ રહી તેઓશ્રીની ભક્તિ વૈયાવચ્ચને અપૂર્વલાભ તેઓશ્રીએ લીધેલ, વિ. સં. ૨૦૧૭ની સાલના ચૈત્ર મહિનામાં પૂગુરૂદેવશ્રી સપરિવાર શંખેશ્વરજી તીર્થની યાત્રાએ પધારતાં પાલીતાણા, ખંભાત થઈ અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીની પિતાની ભાવના અમદાવાદ ખાતે સ્થિરતા કરવાની થતાં, તેમણે પૂગુરૂદેવશ્રી પંન્યાસજી મહારાજશ્રીને પિતાની ભાવના જણાવીને તેઓશ્રીએ જ્ઞાનમંદિર ખાતે સ્થિરતા કરી. તેઓશ્રીની શારીરિક પ્રકૃતિ અવસ્થાના કારણે અશક્ત થતાં તેમની સેવાભક્તિને લાભ ૫ મુનિવર્યશ્રી પદ્મપ્રવિજયજી મહારાજે લીધેલ. પૂ. તપસ્વી મુનિરાજશ્રી કુમુદવિજયજી મહારાજ તેઓશ્રી પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવતાં હતા.
સમાધિપૂર્વક કાળધમ: તેઓશ્રીને પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ન કરતાં ચકકર આવતાં પડી ગયેલ ને પગે અને સાધારણ ઈજા થયેલ, ત્યારથી ઠેઠ સુધી લગભગ બે વર્ષ સુધી તેઓશ્રીની દરેક પ્રકારની ભક્તિ વૈયાવચ્ચને લાભ ૫ પરમવૈયાવચી મુનિરાજ શ્રી ચરણપ્રવિજયજી મહારાજે ઉલ્લાસપૂર્વક લીધેલ ૫ સ્વ. મુનિરાજશ્રીની અંતિમકાલની આરાધના પણ તેઓશ્રીએ ખુબજ નિષ્ઠાપૂર્વક કરાવેલ વિ. સં. ૨૦૨૪ના માગસર વદ ૪ થી ૫ મુનિરાજશ્રીની તબીયત નરમ થઈ ગઈ છતાં તેઓશ્રીની જાગૃતિ ને સ્વસ્થતા અપૂર્વ હતી. પૂ મુનિરાજશ્રી ચરણપ્રવિજયજી મહારાજ તેઓશ્રીને આરાધના કરાવતા હતા, તે તેઓશ્રી શાંતિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org