________________
આટલી તપશ્ચર્યામાં પણ અનુમેદનીય ક્ષમાગુણને તેઓશ્રી ધારણ કરતા હતા.
તીર્થયાત્રા : તેઓશ્રીને તીર્થયાત્રામાં સંસારીપણુંમાંથી જ ઘણે રસ હતું, તેમણે સંસારીપણુમાં શ્રી સમેતશિખરજી, કુલપાકજી, ભાંડુક, અંતરીક્ષજી, કેસરીયાજી, આદિ તીર્થોની યાત્રા કરેલી હતી. શ્રી સિદ્ધગિરિજીની તથા બીજા બધા તીર્થોની તેઓશ્રીએ તીર્થયાત્રાઓ કરેલ, તેઓશ્રીને તીર્થયાત્રા પ્રત્યે પ્રેમ હતું, સંયમ
સ્વીકાર્યા બાદ તેઓશ્રીએ પાંચવાર શ્રી સિદ્ધગિરિજીની નવ્વાણું યાત્રા વિધિ પૂર્વક કરી હતી તથા ગિરનાજી, ઉના, અજારા, શ્રી શંખેશ્વરજી તીર્થની તેઓએ ઘણી વખતે સંસારીપણામાં યાત્રાઓ કરેલ; શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભગવંત પ્રત્યે તેઓને અપૂર્વ ભક્તિભાવ હતે.
અનમેદનીય આરાધના : તેઓશ્રી જયાં સુધી શારિરીક યા માનસિક ર્તિ રહી ત્યાં સુધી પોતાના ૫૦ ગુરૂદેવ પંન્યાસજી મહારાજશ્રીની શુભનિશ્રામાં તથા પિતાના વડીલ ગુરૂ બંધુ ૫ મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ તેમજ લઘુગુરૂબંધુ પૂ મુ. શ્રી ભદ્રાનન વિજયજી મહારાજ, પૂ મુ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. ૫ મુ. શ્રીચંદ્રપ્રભવિજયજી મહારાજ આદિની સાથે રહી મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પ્રદેશમાં વિચર્યા હતા. તેમજ પૂ. પાદ પર પકારી વ. પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org