________________
રાસાયઃ
૧૮૮:
-
સપાન રૂપ આ વ્યાખ્યાને તમને સંભળાવ્યાં છે, આ દેશમાં તો દુકાળ એક માત્ર ધર્મને દેખાય છે, અને તેમાંથી જ અન્ય સર્વ પ્રકારના દુષ્કાલ જન્મતાં હોય છે. માણસાઈના દીવા પણ ધર્મશ્રદ્ધાને નિષ્ણારૂપી તેલના અભાવે જ બૂઝાતા હોય છે. ધર્મરૂપી શુદ્ધ પ્રાણવાયુના અભાવે જ હરામ રાજ્યના ઝેરી પવને જોર પકડી શકે છે. હૃદય સરોવરનાં શુદ્ધ જળ પણ ધર્મરૂપી સૂર્યને પ્રકાશ એાસરી જતાં જ ગંધાવા માંડે છે, તેમાં વિષય-કષાયની દુર્ગધ શરૂ થાય છે.
તમારા જીવનની જે પળને તમે માત્ર સુદ્ર સ્વાર્થ માટે જ ઉપયોગ કરે છે તે પળ તમે હારી જાઓ છે. જીવનની સફળતાનાં ઘડતરનું તમારું લક્ષ્ય હેવું જોઈએ. એ લક્ષ્યની સિદ્ધિ પાછળ તમારી સમતાને તમારે કેન્દ્રીભૂત કરવી જોઈએ. તેમજ રામરાજ્યની આદર્શ સંસ્કૃતિને જીવનમાં જીવવા માટે તમારે જાગૃતિ કેળવવી જોઈએ. અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતે એ તે સમયના પ્રમાદને પણ ત્યાજ્ય ફરમાવ્યું છે. તો આપણે પણ સમયરૂપી એ ટાંકણા વડે જીવનના પરબ ચડા તેમજ બેડોળ પથ્થરમાંથી જીવનની મૌલિક સફળતાને સર્વથા અનુરૂપ મૂર્તિ કંડારી કાઢવી જોઈએ. આ જીવનમાં કરવા જેવું કામ આજ છે. આ કામ કરતા રહીશું તે આપણું જીવન અને જગતમાંથી હરામની હવા નાબૂદ થઈ જશે.
બીજાનું દુઃખ જોઈને ઠરશે નહિ, સુખ જોઈને બળશો નહિ, પર નિંદા અને આત્મસ્તુતિથી દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org