________________
રામરાજ્ય
-
-
-
લાભ ઉઠાવે તે કામ આર્યને માટે જીવતા મોત સમાન ગણવું જોઈએ. જ્યારે આજે તે આ દેશના ઉડાઉ આગેવાને જીવતા વાંદરાઓનાં કાળજાં વેચીને તમારા માટે ધન મેળવવાની અધમાધમ પ્રવૃત્તિ આદરી રહ્યા હોવા છતાં, તમારું એક રૂંવાડું ફરકતું નથી.
રામરાજ્ય આ રીતે સ્થપાશે? એના કરતાં બહેતર એ છે કે તમે સાફ સાફ કહી દે કે અમે રામરાજ્યને લાયક નથી. આજના જે સંગ છે, તેમાં જ જીવવા માટે અમે જમ્યા છીએ. જે તમારે સંગ બદલવા જ હોય તે તમારે પણ બદલાવું પડશે. પૂરા ભારતીય બનવું પડશે. ભારતીય સંસ્કૃતિને વફાદાર રહેવું પડશે, એ વફાદારીનું મૂલ્ય ચૂકવવું પડશે. રાજ્યસત્તા, કાયદાના જોરે, દર વર્ષે કેટલાંય નાણું તમારી પાસેથી ખેંચી જાય છે અને તમે પણ મને કે કમને તે નાણાં આપે છે પણ ખરા. જ્યારે રામરાજ્યને અનુકૂળ પરિસ્થિતિ પેદા કરવા માટે જરૂરી જીવન માટે, જીવદયાના પાલન માટે, પાંચ રૂપીઆ ખર્ચતાં પણ તમે ત્રણ વાર વિચાર કરે છે.
સરકાર સંચાલિત કતલખાનાઓમાં થતી હિંસામાં કઈ સીધા તે કેઈ આડકતરા, પરંતુ આ દેશના બધા માનવે ભાગીદાર તે લેખાય જ. જે તમારે આ દેશની પ્રજાને તેમજ તમારી જાતને એ પાપમાંથી ઉગારી લેવી હોય તે આજની સરકારને કતલખાનાં બંધ કરી દેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org