________________
૧૮૫;
સફળતાનાં પાન
તમારી આ ઈચ્છાને અમલમાં તે મૂકવી જ પડશે ને? ઈચ્છવું એક અને આચરવું બીજું એવી વિસંવાદી નીતિ રાખશે, તે સમાજમાં તમારી ઈજજત વધશે કે ઘટશે?
શ્વાસોચ્છવાસ પૂરા કરવારૂપે જીવન જીવવું તે એક વાત છે અને સાચા ભારતવાસીની અદાથી જીવન જીવવું તે બીજી વાત છે. આ ભારતની હવામાં અને ભૂમિના કણકણમાં અનંત કરૂણાસાગર, ભગવંતની ભાવદયા સમાએલી છે. તે તમને દયાળુ બનવાની હાકલ કરે છે. કહો! આજે તમે દયાભીનું દિલ સાથે લઈને બધે ફરે છે કે અંગત સ્વાર્થની પછેડી ઓઢીને ફરે છે?
જીવદયા :
જીવદયા, ભારતીય સંસ્કૃતિને પ્રાણ પ્રાણવાયુ સિવાય સ્કૂલ જીવન ન ટકે તેમ જીવદયાના જીવંત પ્રવાહ સિવાય ભારતીય સંસ્કૃતિ નહિ ટકી શકે, એ સંસ્કૃતિની રક્ષા કાજે જીવદયાના કાર્યોમાં તમારે મોખરે રહેવું જોઈએ. નિર્દોષ જીવને રહેંસી નાંખવા અને વાતે રામરાજ્યની કરવી તે ભ્રષ્ટ જીવનની નિશાની નથી તે બીજું શું છે? તમે માત્ર તમારા માટે જ રામરાજ્ય ચાહે છે કે જગતના બધા જ માટે? મત્સ્યગલાગલ ન્યાય, સંસ્કૃતિભ્રષ્ટ પ્રજામાં હોય, તમારે તે તમારાથી કમજોર, નાના તેમજ પાંગળા જીવોની વહારે ધાવામાં પહેલ કરવી જોઈએ. સામાની લાચાર સ્થિતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org