________________
રામરાજ્ય:
૧૮૦:
વહુને કરી. વહુએ કહ્યું, “વધે નહિ. હું જાતે કાલે આપની સાથે રાજદરબારમાં આવીશ અને રાજાની માગણી મુજબના માણસો રાજા પાસે હાજર કરીશ.” બીજે દિવસે નગરશેઠ પિતાના દીકરાની વહુ સાથે રાજદરબારમાં ગયા. રાજાએ તેમને પૂછયું; “કેમ મારી શરત મુજબના ચાર માણસે લાવ્યા છે ને?” નગરશેઠ કહે, “હા” રાજા કહે છે, “તે તરત હાજર કરે!” નગરશેઠના દીકરાની વહુ યેગ્ય જવાબ આપવા માટે જે તકની રાહ જોઈ રહી હતી તે સામે જ આવેલી જાણીને તેણે નગરશેઠને જે સમજાવ્યું હતું, તે મુજબ નગરશેઠે તેને જવાબ આપ્યો કે, “આપની માગણી મુજબના ચારે યા માણસ આ રાજસભામાં જ છે. આપ માગે છે તેવો શઠ આપને આ મંત્રી છે, મૂર્ખ તે આપ પોતે જ છે. ઘેલે હું છું. અને ડાહ્યામાં મારી કુલવધુ છે. કામઠામાંથી છૂટેલા તીર જેવો જવાબ સાંભળીને રાજા ખુદ ડઘાઈ ગયે. આખી સભા ઉપર એક અછડતી નજર ફેરવીને શેઠના દીકરાની વહુએ આ જવાબની સ્પષ્ટતા કરી. એ કહે છે, “રાજા કામાંધ બન્યા એ મૂર્ખ છે, અને મંત્રીએ તેમને ખૂબજ નબળી સલાહ આપી એટલે તે શઠ, મારા સસરાજી આપની મૈત્રીમાં હદ બહાર ગયા માટે ઘેલા અને હું મારા શીલ-સંસ્કારમાં સ્થિર રહી શકી માટેડાહી.”
રાજાને પિતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે પસ્તા જાહેર કર્યો. પિતાના રાજ્યમાં નગરશેઠના દીકરાની વહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org