________________
૧૭૫ઃ
સફળતાનાં પાન:
સ્થાને રહેલા રાજાને ફસાવીને તે રાજા પોતે કેવું આચરણ કરાવે છે તેને કથાના રૂપમાં ખ્યાલ આપું છું.
મોટા એક નગરમાં એક નગરશેઠ રહે. એ નગર શેઠના દીકરાની વહુ ગુણિયલ, ચતુર તેમજ સાત્વિક છે, શેઠને દીકરો પરદેશથી સુખરૂપ ઘેર પાછા આવ્યા એટલે શેઠ તો ઘેલાઘેલા થઈ ગયા. ડાહ્યા માણસમાં પણ કયારેક આવી ઘેલછા ઉછળી આવે છે. હર્ષાવેશમાં નગરશેઠ પિતાના નગરના રાજા પાસે જાય છે, અને તેમને પોતાને ઘેર જમવા પધારવાનું આમંત્રણ આપે છે. રાજા, અઠવાડિયા પછી આવવાની વાત કરે છે. પિતે જાણે પરાક્રમનું કાર્ય કર્યું હોય તે રીતે ફૂલાતા નગરશેઠ ઘેર પાછા ફરે છે, અને પોતાના દીકરાની વહુને રાજાને જમવાનું આમંત્રણ આપી આવ્યાની વાત કરે છે. વહુ શાણી છે, સસરાજીની આમન્યા ન લેપાય તે પણ તે જાણે છે. તેમ છતાં પિતાના સસરાજીને કહ્યું કે સત્તા પર રહેતા મોટા માણસની સબત જુદી વાત છે પણ તેમને પિતાનાં ઘર આંગણે નેંતરવા તે ઠીક નહિ, કારણ કે મોટાને પિતાની મેટાઈને અંધાપો કયારે નડે તે કહી ન શકાય. વહુને પતિ પાછો પરદેશ જાય છે.
રાજા પોતાના રસાલા સાથે નગરશેઠને ત્યાં જમવા આવે છે. વહુએ ઊંચા મેવા-મસાલાની મઘમઘતી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી છે, સોનાના થાળા અને રત્નના કાળાં ગોઠવાઈ ગયાં છે. ડંખતા મને વહુ રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org