________________
રામરાજ્ય: .
૧૭૪ :
જ્યારે તમે તે ઐહિક સુખની એકાંગી લાલસામાં પાપ કરતાં પાછા વળીને જોતા ય નથી. આમ પ્રગતિ ન સધાય ! પરંતુ અદ્યોગતિના ભાગી બનાય. જીવલેણુ અાપે
સત્તા તે સિંહણના દૂધ જેવી છે. તે જીરવવી સહેલ નથી સામાન્ય માણસોનું ગજું નથી કે રાજ્યપ્રધાન યા વડાપ્રધાનની સત્તા જીરવી શકે. પરંતુ જેમને પોતાના પદની પવિત્રતાના જતનની જરાય પડી નથી અને ગમે રીતે સત્તા સ્થાને ચીટકી રહેવું છે તેમની વાત જુદી છે.
સત્તાસ્થાને રહેલા માનના કાધ, માન, માયા, લેભ, અનીતિ, અપ્રામાણુકિતા, અસંયમ, સ્વાર્થ, કૃપણુતા, હિંસા વગેરે ખૂબજ પાતળા જોઈએ. ગૃહસ્થીપણામાં આત્માના આ શત્રુઓને સર્વથા નિર્મૂળ નથી કરી શકાતા તે સાચું, પરંતુ તેઓ વકરે નહિ તેની કાળજી જે ન રાખવામાં આવે તે ભારે અનર્થ પેદા થાય. એક તે હોય સત્તા સ્થાને અને પછી આ શત્રુઓના સાથ મળી જાય તો એ વ્યક્તિ શા શા અનર્થો ન સજે?
જોરદાર પવનની ઝપટ, દીપકને બૂઝવી દે છે, તેમ કામ-ક્રોધ આદિની ઉગ્રતા માનવીને સન્માર્ગમાં સ્થિર રાખતા વિવેકરૂપી દીપકને ટાઢે પાડી દે છે. દુર્ગ બધા જ ખરાબ છે, ત્યજવા જેવા છે, તેમ છતાં હું અહીં તમને તે દુર્ગણે પૈકી એક પિતાના પાશમાં સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org