________________
સફળતા
પારઃ
શકાય કે, તમારા જીવનમાં કેટલી હદે ફેલાઈ ગઈ છે તે તે વિચાર!
રાજા ભાન ભૂલે તે એની સાન ઠેકાણે લાવવાને પ્રજાને પ્રજાધમ જે તમે નહિ બજાવ તે રાજા અને પ્રજા ઉભયને નાશ કણ અટકાવી શકશે? આજે ભલે રાજાઓ ન રહ્યા, પરંતુ પ્રધાને તે છે ને? એમને શું તમે નથી કહી શકતા કે ભારતમાં ભારતીય રીતે રાજ્ય ચલાવવાની પ્રતિજ્ઞા વડે બંધાતા છે તે જ અમે તમને પ્રધાન તરીકે સ્થાપી શકીએ તેમજ સ્વીકારી શકીએ. પણ તમારા લોહીમાં આજે એ ગરમી ક્યાં છે કે જેને તાપ ગમે તેવા પાપને પ્રજાળી શકે, ઉન્માર્ગે ચાલી રહેલાને, સન્માર્ગે વળવાની ફરજ પાડે? તમારે તે ગમે તે રીતે પણ જીવવું છે! ભલે પછી એ જીવનમાં, “જીવન” જેવું કંઈ હોય કે નહિ.
લાંચ, અનીતિ, કાળો કારભાર અને વિલાસ ઘેલછા આ ચાર રેગે લગભગ આખી પ્રજાને પામરમાં બદલી નાખી છે એટલે તે ઘેટાંના ટોળાના સરદાર જેવા પ્રધાન પણ આજે અહીં જેમ ફાવે તેમ બેલી શકે છે. વર્તી શકે છે. પ્રજાના પૈસાનું પાણી કરી શકે છે. તરંગી યોજનાઓ પાછળ નાણાંને ધૂમાડે કરીને પ્રજાને દેવાદાર બનાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org