________________
સફળતાનાં સોપાયા
-
-
- -
-
-
- -
- -
વાને બદલે દીનતા તેમજ કાયરતા દેખાવા માંડે છે અને પિતાની એ મુશ્કેલી માટે તેઓ બીજા અનેકને ભાંડવા લાગે છે. કહો ! આવા કંગાલ જીવનમાં રામરાજ્યની હવા સંચરે ખરી કે?
લીધી ટેક છોડવી નહિ, વચનભંગ થવું નહિ એ સાધારણ વાત નથી. એના માટે તે ભારે સત્વ જોઈએ. ઐહિક સુખોની લાલસા લગાર પણ ન ચાલે. ધર્મમાં અપૂર્વ નિષ્ઠા જોઈએ. પરના અપકારોને ભૂલી જવાની ઉદારતા જોઈએ. પિતે બીજા પર કરેલા ઉપકારને ભૂલી જવાની સરળતા જોઈએ રામચંદ્રજી વચનપાલનમાં દઢ રહ્યા તે જગતને રામરાજ્યને આદર્શ આપતા ગયા. જે તેમણે માતા કૈકેયીની લાગણીને વશ થઈને વચન પાલનમાં છૂટછાટ સ્વીકારી લીધી હતી તે ન તેઓ જીવનની અમીરાત અનુભવી શકત ન જગતને રામરાજ્યને આદર્શ આપી શકત.
પિતાનું વચન ફેક ન થાય તેની જે કાળજી રામચંદ્રજીને હતી તેવી કાળજી તેમને પોતાની જાત માટે પણ નહોતી, નહિતર તેઓ પિતાની તે જાત માટે પણ વચનપાલનમાં જરૂર મેળા પડી ગયા હતા. જ્યારે આજે તે ઉપકારી ગુરુની આજ્ઞાના પાલન માટે જરૂરી અપ્રમત્તતા અને સમર્પણભાવનો ભારે અભાવ વર્તાય છે. અને કેટલાક તે અહંથી પ્રેરાઈને પિતાને પૂજ્ય પુરુષે સાથે વાદવિવાદમાં ઉતરી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org