________________
૧૫૯:
સફળતાનાં સોપાન
જીવનમાં સુખી નહિ થઈ શકે. જ્યારે રામના રાજ્યમાં તે પિતાની ભૂલ સમજાઈ ગયા પછી, મહારથીઓ પણ સાચા દિલથી સામાની ક્ષમા માગતા. પિતાની અલ્પતા થવાની બીકે, ભૂલની માફી નહિ માગો તે તમે જે ભૂલે કરશે તેને માટે ક્ષમા માગવાની ક્ષમતા તમારા જીવનમાં પ્રકટાવી નહિ શકે.
છઘસ્થ માત્ર, ભૂલને પાત્ર છે. ભૂલ ન કરે એક માત્ર સર્વજ્ઞ, પરંતુ ખરી ખૂબી પિતાની ભૂલ સમજાય, પછી તેની ક્ષમા માગવામાં છે. ભલે પછી પોતે મેટા હો હોય અને ક્ષમા સામાન્ય માનવીની જ માગવાની હાય. પ્રકટેલા પશ્ચાત્તાપની તાકાત માનવીને શુદ્ધ કરવામાં અજબ ભાગ ભજવે છે. પોતાની ભૂલ સમજાતાંની સાથે કૈકેયી રથમાં બેસીને રામચંદ્રજી પાસે જાય છે.
પવનવેગી રથ ગણત્રીના કલાકમાં રામચંદ્રજીએ જ્યાં પહેલે મુકામ કર્યો છે ત્યાં આવી પહોંચે છે. ભગ્ન હૈયે અને ઉદાસ ચહેરે કેકેયી રથમાંથી નીચે ઉતરે છે. કેકેયીને જોતાં વેંત, રામચંદ્રજી, લક્ષ્મણ તેમજ સીતાજી એકદમ ઊભા થાય છે અને વિનયપૂર્વક કેકેયીના ચરણોમાં મસ્તક નમાવે છે. ત્રણમાંથી એકેયને એમ નથી થતું કે, પિતાના સગા દીકરા ભરતને રાજ્ય અપાવવાના લોભમાં અમને વનવાસ, અપાવનાર આ ઓરમાન માતાને તે વળી નમસ્કાર કે? છે તમારા દિલમાં આવી ઉદારતા? કયા ગુણ અને સંસ્કારની મુડી ઉપર તમે રામરાજ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org