________________
જામરાજ્ય
૧૫૮ :
-
નહિ ચાલે. ગમે તે રીતે પણ જીવી નાખવાનો મોહ જ નહિ કરે તે આ દેશમાં તમે પુનઃ રામરાજ્યની સ્થાપના નહિ કરી શકે.
કેઈની પણ સંપત્તિને લુંટવી એ અન્યાય છે, તેમ વેડફવી એ પણ અન્યાય છે. તમારી શક્તિ અને સંપત્તિના અર્થહીન દુર્વ્યયમાંથી રામરાજ્ય તો નહિ જન્મ, પરંતુ પાશવતા ભણી દેરી જનારા વિકારોને વેગવંત બનાવનારું તંત્ર અમલમાં આવશે. આજે તમે છતી મુડીએ અજંપ અનુભવે છે તેનું કારણ શું? એજ કે જીવન માટે સાચો આદર્શ તમે સ્વીકાર્યો નથી. ભૂલને એકરાર
પોતાના પિતાના વચન અનુસાર રામચંદ્રજી વનમાં જવા તૈયાર થાય છે. લક્ષમણ કહે હું સાથે જ આવીશ. સીતાજી કહે હું પણ તમારી પાછળ આવીશ. આ છે રામરાજ્યને આદર્શ. શ્રી રામવનવાસના સમાચારથી ભરત તીવ્ર આઘાત અનુભવે છે. તે તત્કાલ પિતાની માતા કૈકેયી પાસે જાય છે અને કહે છે કે, “પૂ. માતાજી તમે આ શું કર્યું? કયા સંગોએ આપને આમ કરવા પ્રેર્યા?
પુત્રની વાત સાંભળ્યા પછી કૈકેયીને પિતાની ભૂલ સમજાય છે. ભારે એ ભૂલ માટે તેના હૃદયમાં પશ્ચાત્તાપ જાગે છે. ભૂલને અહં વડે છાવરવાની વૃત્તિ રાખશે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org