________________
૬પ૭
સફળતાના સોપાઈઃ
કેઈપણ પદાર્થ મેળવવા માટે એ પદાર્થનું જે મૂલ્ય હોય છે તે ચૂકવવું પડે છે. દાતણની પૂળી પણ વગર પૈસે નથી મળતી તે પછી રામરાજ્ય માટે જરૂરી ત્યાગ, સેવા, સચ્ચાઈ, સાદાઈ અને સ્વાર્થ ત્યાગને ધ્યેયનિષ્ઠા સિવાય જ રામરાજ્ય આવી જશે? રામરાજ્ય પણ તમારી પાસે એનું મૂલ્ય તે માગશે ને? એ મૂલ્ય ચૂકવવાની તમારી તૈયારી આજે કેટલી છે? તમારા માર્ગમાં પડેલી રૂપીઆ પાંચસેની થેલી જે તમારી જ ન હોય તે તેના ઉપર નજર પણ નહિ ઠેરવવારૂપ નિતિકતા તમારામાં છે? કોઈના ય અહિતમાં નિમિત્તભૂત નહિ બનવારૂપ જાગૃતિ તમે કેટલા પ્રમાણમાં કેળવી છે? રાજ્યસત્તાના ભયે, ધર્મસત્તાને વફાદાર રહેવાની પૂર્વ પુરુષની જેમ તમે જાળવી શકે તેમ છે ખરા?
રામરાજ્ય એ ગાંધીની દુકાને મળતી મેંદીની પડીકી નથી કે ગમે ત્યાંથી, ગમે તે રીતે બે આના મેળવીને તમે તે ખરીદી શકે અને તેના રંગમાં તમારા અંગને રંગી શકે. રામરાજ્યને આદર્શ મહાન છે એટલે તેની સ્થાપના માટે તમારે જીવનમાં મહાન બનવું પડશે. સ્વાર્થમાં અલ્પ બનવું પડશે પરમાર્થમાં પુરૂષાતન દાખવવું પડશે. દિલની દરિદ્રતા દૂર કરવી પડશે. ઈષ્ય-અસૂયાથી અલગ થવું પડશે જીવંત માનવની જીવંતતા આચાર દ્વારા દાખવવી પડશે રામરાજ્યના આદર્શને પામવામાં મડદાળ વલણ મુદ્દલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org