________________
સફળતાનાં સોપાનઃ
ગતિ માટે આવશ્યક આત્મવિકાસ તમે નહિ જ સાધી શકે. સાચો સમાજવાદી તે પળેપળના હિસાબમાં પાવરધો હોય. તે પિતાને પિતાની સંપત્તિને ટ્રસ્ટી સમજે. સમાજને જરૂર હોય ત્યારે તે પોતાની જરૂરીઆતને ટુંકાવી દઈને પણ એ નાણાં સમાજ માટે સાર્થક કરે,
ત્યાગપ્રધાન જીવનમાં સાચી નિષ્ઠા કેળવવાથી જેનામાં જગતના સર્વ વાદે સમાઈ જાય છે, એવા વિશ્વમય જીવનના તમે અધિકારી બની શકશે. ત્યાગમાં શૂરાતન દાખવશે તે તમને આગળ વધતા કેઈ અટકાવી નહિ શકે. ત્યાગ માટે તમારે જુસ્સા નરમ ન પડે તેની પૂરી કાળજી રાખજો! જે સંગ્રહવાદી બનવા લલચાશે તો સમાજવાદી તો નહિ રહો, પરંતુ ભલા એક માનવની કક્ષાથી પણ નીચે ઊતરી પડશે.
જીવ માત્રના કલ્યાણને આવકારનારા સાચા સમાજવાદમાં તમારી સમજ સ્થિર બને ! તમારું જીવન કેઈના ય અહિતમાં નિમિત્તભૂત ન બને! સાચા, શુદ્ધ તેમજ નિર્મોહી જીવનને ભાવ તમારી સમતામાં સક્રિય બને અને પ્રાન્ત તમે સહુ સ્વર્ગાપવર્ગના અવ્યાબાધ સુખના ભાગી બને !
N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org