________________
૧૪૭:
સફળતાનાં સાપાન :
હારી જાય છે. એટલે તેઓ ગુસ્સે થઈને નાના ભાઈ ખાહુબલી ઉપર ચક્ર છેડે છે. ભરતે નીતિ ઉલ્લધી તેનાથી બાહુબલી ખૂબજ રાષે ભરાય છે. અને ભરતને લાંચચાટતા કરી નાખવા માટે તેમના ઉપર મુઠી ઉગામે છે. મુઠી ઉગામવા માટે તેમણે હાથ પણ ઊંચા કરી નાખ્યા છે અને તે હાથ પોતાના ભાઈ તરફ વાળવા જાય છે. ત્યાં તેમને વિચાર આવે છે કે, મારી આ એકજ મુઠીથી મારા ભાઈ ખલાસ થઈ જશે. એટલે એવું મ...હત્યાનું મહાપાપ ! મારાથી ન જ થાય વળી પાછા તેઓ વિચારે છે; તે શુ' મે', ઉગામેલી આ મુઠી ખાલી જશે. ના, ના એ તે ન જ ખની શકે. શૂરવીરના ઘા ખાલી જાય તેા એની જણનારી લાજે.' અને ભાઈને મારવા માટે ઉગામેલી તેજ મુઠી વડે તેએ પંચમુષ્ઠિ લેચ કરી નાખે છે. આ છે આપણા સમાજવાદ
જયારે આજે તે સમાજવાદના મનાતા પુરસ્કર્તાએ પેાતે જ સામસામા આક્ષેપેા કરે છે, એકબીજાને હલકા પાડનારાં નિવેદન કરે છે. પેાતાની નબળાઈને છાવરવા માટે સમાજમાં અનેક પ્રકારના નાટક! ઊભા કરે છે. અને સમાજવાદના નામે પેાતાના સમાજને જ નીચેા પાડે છે. રાજ્યસત્તાના સહારા સિવાય સમાજવાદ અમલી ન બની શકે એવી પાકળ દલીલને આગળ કરીને કેટલાક વિચારકે તેા સમાજવાદ માટે પણ સત્તા મેળવવા માટે રાત-પરાઢાં કરતા હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org