________________
સમાજવાદનો સાચે આદ:
૧૪૬
અને તે કારણસર પોતાનાથી ચઢીઆતા ગુણવાળા મહાત્મા એને તેઓ નમતા હતા.
- ત્યાગી મહાત્માઓ તરફને તમારે પૂજ્યભાવ ઓસરતા જાય છે તે તમે જાણે છે? જો એ પૂજ્યભાવ એસન હોત તે તે મહાત્માઓ જે ધન-માલ મિલ્કતને ત્યાજ્ય સમજીને ત્યજી દે છે, તેના જ માટે તમે અપ્રામાણિક બનવાની હદ સુધીનું પતન વહેરવા તત્પર ન જ બન્યા હતા. જડના આ રાગે તમારા જીવનમાં જડતા વધારી છે, અન્ય કાજે ઘસાઈ છૂટવારૂપ તમારી જાગૃતિને કુંઠિત કરી નાખી છે નહિતર અમને નમનારા તમે, અમે જેને અડતા પણ નથી એ નાણાં માટે ન્યાયને માર્ગ છેડીને અન્યાયના માર્ગે જાઓ ખરા ?
પરંતુ યાદ રાખો કે ત્યાગને પાછળ રાખીને તમે કદીયે આગળ નહિ વધી શકે, સમાજનું ભલું નહિ કરી શકે, અન્યના હિતમાં કશે જ ફળે નેંધાવી નહિં શકે. એક સામાન્ય વ્યવહાર છે કે, જે ત્યાગે તેજ આગે (આગળ) છે. સમજપૂર્વકને તમારે ત્યાગ તમારા જીવનને પવિત્ર બનાવશે, સમાજને વધુ બળવાન બનાવશે. ખરેખર ત્યાગ એ અમૃત છે. અને રાગ એ હળાહળ ઝેર છે.
આ દેશમાં તે યુગયુગથી સમાજવાદ ચાલ્યો આવે છે. ભરત બાહુબલી બે ભાઈ. એકજ પિતાના પુત્ર એ બે ભાઈ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધમાં મોટા ભાઈ ભરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org