________________
૧૪૫?
-
' સફળતાનાં સોપાન
લાગશે, કંટાળો તમારે કેડે નહિ છોડે અને તમે કૂતરા કાગડા કરતાં બદતર મૃત્યુના મહેમાન બની જશે.
ત્યાગે સે આગે? | ત્યાગ છે સમાજવાદનો માપદંડ સાચો ત્યાગી છે પહેલા નંબરનો સમાજવાદી. જે સમાજ પાસેથી લે ઓછામાં ઓછું અને સમાજને આપે વધુમાં વધુ તે સાચે સમાજવાદી, અહીં સમાજ એટલે “વિશ્વ એ અર્થ સમજવાનું છે.
આપણી સંસ્કૃતિ ત્યાગને બિરદાવે છે, ભોગને નહિ. તમે કેવાં, કેવાં સુખ ભેગવ્યાં તેનું અમારે મન કોઈ મહત્વ નથી, પરંતુ બીજાના સુખ માટે કે પરમાર્થિક કલ્યાણ કાજે તમે તમારા સ્વાર્થ, સંપત્તિ અને સુખને કેટલા પ્રમાણમાં જતાં કર્યા તેનું મહત્ત્વ છે. પોતાના સ્વાર્થને વિચાર તો કીડીને પણ હોય છે અને કીડાને પણ હોય છે. સાથે સમાજવાદી તે વિશ્વકુટુંબની ભાવનામાં રાચે છે.
પોતાના હજારો પ્રજાજનોના નમસ્કાર ઝીલનારા અહીંના રાજવીઓ પણ ત્યાગી મહાત્માઓને નમતા હતા તે તે તમે જાણો છે ને? રણમેદાનમાં શત્રુ સામે ઝઝતા સિનિકના શૌર્ય કરતાં પણ અધિક શૌર્ય હોય છે ત્યારે પોતાના સુખ-સ્વાર્થ, સત્તા, સંપત્તિ વિગેરેને ત્યાગ થઈ શકે છે, એ તેઓ સારી રીતે જાણતા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org