________________
૧૪૩
સફળતાનાં પાન: તનની અધિક શક્તિ હોય તે માંદાની માવજતમાં તેને સાર્થક કરો! વચનની શક્તિ વડે ગુણની પ્રશંસા કરીને, સમાજમાં પવિત્ર હવા પેદા કરે! મનના ધનને સહુના કલ્યાણની ભાવના ભાવવામાં સદુપયોગ કરે !
મહાપુણ્યના ઉદયે મળેલા માનવભવની પ્રત્યેક ક્ષણ અણમોલ છે. તેને સદુપયોગ કરે તે તમારા હાથની વાત છે. તમારા જ જીવનને જે તમે મહિને વશ થઈને જેમ તેમ વેડફી નાખશે તે સમાજ માટે તમે શું કરી શકવાના છે? જીવનની પવિત્ર શક્તિને એક કણ પણ વેડફાય નહિ અને તેને સ્વ પરના હિતમાં યથાર્થ ઉપગ થતું રહે એવી જે જીવન-વ્યવસ્થા, પૂર્વના મહાસંતો અહીં સ્થાપી ગયા છે તેમાં તમને પૂરેપૂરી નિષ્ઠા હેવી જ જોઈએ. તમે એક વૈજ્ઞાનિક યા રાજપુરુષની ઉટપટાંગ વાત માનવા તૈયાર થઈ જાઓ છે અને વિશ્વકલ્યાણુકર ધર્મને વરેલા પરોપકારી મહાસંતની વાત માનતાં અચકાઓ છે તેનું કારણ શું ? - આત્મનિરીક્ષણ કરશે તે તમને સ્પષ્ટપણે પ્રતીત થશે કે સાચા જીવનની ભૂખ નહિ ઉઘડી હોવાને કારણે, તમે સાચા નિર્વિકારી જીવનની મહાસંતની હિતકર વાણું ઝીલી શકતા નથી અને આજની રીતના જીવનને મઠાર નારા વાણીના પ્રવાહમાં તણુતા જાઓ છે.
પુણ્યના પ્રભાવે મળેલી સર્વ પ્રકારની શક્તિને પાત્રમાં સદુપયોગ કર્યા સિવાય જ તેને પોતાની જાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org