________________
૧૨૯
સફળતાનાં સોપાન:
છે. તે પૂછે છે, “અહીં શાલિભદ્ર કેમ જણાતા નથી? શેઠાણી કહે, “નામદાર! આ માળે તે અમારાં ઢોર બંધાય છે,” શેઠાણુને જવાબ સાંભળીને શ્રેણિક પણ ક્ષણવાર માટે ઠંડે પડી જાય છે. પહેલા માળથી ચઢીઆતે બીજે માળ છે. ત્યાંની કલા-કારીગિરી ભલભલાને ચકિત કરી દે તેવી છે. “આ માળ અમારા દાસ-દાસીઓ માટે છે.” માળમાં દાખલ થતાં જ ભદ્રા શેઠાણી ખુલાસે કરે છે રાજા અને શેઠાણી એમ આગળ વધતાં મહાલયના મનહર છઠ્ઠા માળે પહોંચે છે.
રાજવીને હાથીદાંતના હીરાજડિત આસન પર બેસવાની વિનંતી કરીને, શેઠાણી સાતમા માળે જાય છે.
ત્યાં શાલિભદ્ર પિતાની પત્નીઓ સાથે રંગરાગમાં દિવસે વિતાવે છે. દુનિયાદારીથી તે સાવ અજાણ છે. પિતાની માતાને આવકારતે શાલિભદ્ર મયૂરપંખી આસન ઉપરથી ઊભે થાય છે. માતા કહે છે, “ભાઈ! શ્રેણિક આવ્યા છે.” શાલિભદ્રને એ પણ ખબર નથી કે શ્રેણિક કેણ! એટલે તે પોતાની માતાના કહે છે કે, “જે આવ્યું હોય તે ખરીદી લે.”
આ શાલિભદ્રને ત્યાં રોજની ૯, ૯ પેટીઓ દે લેકમાંથી આવતી એ પેટીઓમાં રત્નાલંકાર આવતા એટલે તે કાળે ઋદ્ધિમાં શાલિભદ્રને ટપી જાય એવું કેઈ ન હતું. શાલિભદ્રને જવાબ સાંભળીને માતા કહે છે, “ભાઈ! શ્રેણિક એ કઈ કરી આપ્યું નથી કે તેને હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org