________________
સમાજવાદને સાચો આદર્શ :
૧૨૮:
- શ્રેણિકને થયું કે આવા સુખી ઘરના ગૃહસ્થને મારે મળવું જોઈએ. પોતે રાજા હોવા છતાં સામેથી મળવાનું કહેણ મોકલાવ્યું. ભદ્રા શેઠાણીએ પણ એ જ વળતે સંદેશે કહેવરાવ્ય “મારું આંગણું પાવન કરવા આપ પધારે તેનાથી રૂડું શું? આપને સત્કારતાં મને અપૂર્વ આનંદ થશે” જ્યાં અંતઃકરણની અમીરાતવાળા શ્રેણિક જેવા રાજાઓ અને ભદ્રા શેઠાણી જેવા સૌજન્યશીલ પ્રજાજને વસતા હોય તે દેશમાં વગર સમાજવાદે સમાજવાદનાં મીઠાં ફળ પાકતાં હોય તેમાં શી નવાઈ? ખરી ખુમારીઃ
પિતાના રાજવીના સત્કાર માટે ભદ્રા શેઠાણીએ શેરી વળાવીને ગુલાબજળ છંટાવ્યાં. ઠેર, ઠેર તોરણ બંધાવ્યાં, મેર સુવાસિત ધૂપ ફેલાવી દીધા. આ માર્ગે થઈને શ્રેણિક પિતાના ખાસ માણસ સાથે ગોભદ્રશેઠના મહાલયે આવી પહોંચ્યા.
આ મહાલય એમાં રહેનારા મહાનુભાવો એટલે જ ભવ્ય તેમજ આકર્ષક હતા. સ્ફટિકરત્નની ચકચકિત ફરસ પર પગ મૂકીને શ્રેણિક મહાલયમાં દાખલ થયા. આગળ ભદ્રા શેઠાણી છે, પાછળ શ્રેણિક રાજા છે, રાજા મહાલયના પ્રથમ માળે પહોંચે છે. સ્ફટિકની તેની લાદીઓ છે. સુવર્ણ રસી દિવાલોમાં જડેલા રને અજવાળાં રેલાવી રહ્યા છે. આ બધું જોઈને રાજા ખુદ આશ્ચર્ય અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org