________________
૧૭:
સફળતાનાં સોપાન
બીજી બાજુ શેઠાણીએ સોળ રત્નકંબળાના એકસરખા બત્રીસ ટુકડા કરાવીને પોતાના પુત્ર શાલિભદ્રની બત્રીસ પત્નીઓને એકેક કરીને વહેંચી દીધા. અને તેમણે તે ટુકડાનો સ્નાન પછી શરીર લૂછવામાં ઉપયોગ કરીને ખાળકુંડીમાં નાખી દીધા. આવી હતી પૂર્વકાળની સમૃદ્ધિ! અને આવા સમૃદ્ધ હતા પૂર્વકાળના ભારતના પ્રજાજનો ! ' રાજકાજથી પરવારી શ્રેણિક રાજભવનમાં પાછે ફર્યો. તેણે મહારાણીને રત્નકંબળની વાત કરી. એકાદ તે મારા માટે ખરીદવી હતી. એ સૂર મહારાણીએ કાઢયે. રાજાએ તરત જ પિતાના સેવકોને એ રત્નકંબળાના વેપારીઓ પાછળ દેડાવ્યા. સેવકે ડીવારમાં પાછા ફર્યા અને રાજાને સમાચાર આપ્યા કે નામદાર એ રત્નકંબળો તે આપણા જ નગરની એક નારીએ ખરીદી લીધી છે. રાજાએ એક સેવકને ત્યાં દેડા. રાજાને સેવક જાણીને ભદ્રા શેઠાણીએ તેને સત્કાર કર્યો અને તે સેવક મારફત રાજાને કહેવરાવ્યું કે, જે હાત મારી પાસે તે મારે પૈસા લેવાના ન હતા. પણ લાચાર છું કે મારી પુત્રવધૂઓએ સ્નાન કરીને તે ફેંકી દીધી છે. પિતાના પ્રજાજનની અમીરીથી રાજા હરખા. જ્યાં આવા વાત્સલ્યહુદયી નાયકે હાય અને રાજ્યભક્તિ ભીના હૈયાવાળા પ્રજાજને હોય ત્યાં સમાજવાદ સિવાય બીજું શું હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org