________________
ચાલવાનો સાચો આદશ:
૧૨૬ એમ કે, “અમને ઊભા રાખીને આ બિચારો શું કરવાને હતે?' પાસે પહોંચી, વિનયપૂર્વક નમસ્કાર કરી, શેઠાણીને માણસ તે વેપારીઓને પાછા ફરવા વિનવે છે અને કહે છે કે, નિરાશ ન થશે, તમારી પાસે હશે તેટલે બધે માલ અમારાં બાઈ જરૂર ખરીદી લેશે.”
વેપારીઓ નેકરની સાથે ગોભદ્રશેઠના આવાસે આવી પહોંચે છે. ભદ્રા શેઠાણી તેમને આવકારે છે, બેસવા આસન આપે છે. અને પછી પૂછે છે કે, “ભાઈએ! તમે જે માલ લાવ્યા તે બતાવે.” આશાભર્યા હૈયે વેપારીઓ પોટકામાંથી રત્નકંબળ કાઢીને શેઠાણીને બતાવે છે. એક રત્નકંબળ ઉપર ઉડતી નજર નાખીને શેઠાણી પૂછે છે, “નંગ કુલ કેટલા છે અને એકની શી કિંમત છે?
વેપારીઓને આગેવાન કહે, “અમારી પાસે કુલ સોળ રત્નકંબળ છે અને એકની કિંમત સવાલાખ છે.” શેઠાણી કહે છે, “બત્રીસ હોત તે ઠીક રહેત, ઠીક, ચાલે સોળ તે સોળ, આપી દે અને ખજાનચી પાસેથી પૂરા વિસલાખ ગણી લો.”
શેઠાણીની શક્તિ જોઈને મગધ અને રાજગૃહી માટેનું વેપારીઓનું માન વધી ગયું. ઊભા માગે તેઓ મદ્રાશેઠાણીનાં વખાણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org