________________
સમાજવાદને સાચા આદર્શ
૧૩૦:
ખરીદી લઉં, એ તે આપણા સ્વામી છે. મારા પણ ખરા અને તારા પણ ખરા.”
પિતાની માતાને જવાબ સાંભળીને દોમદોમ સાહ્યબી વચ્ચે મહાલતે શાલિભદ્ર એકદમ ઊંડે ઉતરી જાય છે. તે વિચારે છે કે મારા માથે સ્વામીજરૂર મારા પુણ્યની ખામી નહિતર વળી મારા માથે માલીક હોય! આવી હીણપતભરી હાલત વચ્ચે આ સાહ્યબી શા કામની? સ્ત્રી પરિવારને પણ શું કરવાને? તત્વલક્ષી આ ચિંતનના પ્રભાવે તેને આત્મા જાગી જાય છે. બધું છોડી દઈને તે સર્વત્યાગના મંગલમ પ્રસ્થાન કરે છે. રાજા પણ તેને નમી પડે છે.
ખુમારી તે આનું નામ, કે જે એક પળવાર માટે પણ અપૂર્ણતાને માર સાંખવા તૈયાર ન હોય. જ્યારે આજે તે દાંત પડી ગયા હોય તે પણ પાપડ ખાવાને મેહ તમે માંડ ત્યજી શકે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રજામાં ભેગને રેગ ઘર કરવા માંડે છે તે સમાજવાદના સિદ્ધાન્તોને પાળવા જેટલી પાત્રતા જાળવી નથી શક્તી અને જ્યાં શ્રેણિક પ્રકૃતિના રાજાઓ કે નાયકે નથી હોતા તે દેશમાં આ દર્શવાદના અંચળા તળે નર્યો દંભ પોષાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org