________________
સફળતાનાં સોપાન
વાત્સલ્યવાદ:
પૂર્વે શ્રીમંતેના હૈયામાં સદૂભાવ હતા, વાત્સલ્ય હતું અને ગરીબોના હૈયામાં સમર્પણને ભાવ હતે. પૂર્વે કેટયાધિપતિઓને ત્યાં ધજાઓ ફરકતી કે જેથી જરૂરી આતવાળા ગરીબે ત્યાં નિઃસંકેચપણે જઈ શકતા. આ ધજા લક્ષમીના અહંના પ્રતીકરૂપે નહેતી ફરકાવવામાં આવતી, પરંતુ આ અને લઈ જાઓ!” એવા સદૂભાવ અને ત્યાગની યથાર્થ ઘેષણરૂપે ફરકાવવામાં આવતી હતી. જ્યારે આજે તે લક્ષ્મીને તિજોરીમાં ગંધી રાખવામાં આવે છે અથવા એના વડે વિલાસ અને વિકૃતિ વધારનારા પદાર્થો ખરીદવામાં આવે છે.
તમારી મેટર આશિર્વાદરૂપ છે, પણ કયારે? અડધી રાતે જરૂરીઆતવાળાને હસતા હૈયે આપ તે! નહિતર તે શ્રાપરૂપ બની જશે. તમારી મુડી ખોટી નથી, મુડીવાદ છેટે છે. પુણ્યાઈથી પ્રાપ્ત થયેલ પૈસો બેટો નથી, પરિગ્રહવાદ છેટે છે, સંગ્રહ છેટે નથી, સંગ્રહવાદ ટે છે, સમાજવાદ તેને કહેવાય કે વહેતું કરે, પણ ભેગું ન કરો!
વહેતાં પાણી જ નિર્મળ રહે છે, જ્યારે એ જ પાણી બંધિયાર જળાશયમાં પૂરાય છે એટલે આસ્તે, આસ્તે ગંધાવા માંડે છે, તેમ વાત્સલ્યભીના હૈયે થતું દાન લક્ષ્મીને પવિત્ર કરે છે અને એવા લક્ષ્મીપતિઓની સમાજમાં ઈર્ષ્યા કરનારા પણ ખૂબ જ ઓછા નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org