________________
સમાજવાદનો સાચો આદશ:
૧૨૦ :
મહાલી શકે એ કયારે શકય બની શકે? જ્યારે આ દેશના બધા નાગરિકે સંપત્તિ અને સંસ્કારના શિખરે પહોંચી ચૂક્યા હોય ત્યારે, જ્યારે આજે તે પ્રજાનું માત્ર નામ આગળ કરીને એજ પ્રજાના પરસેવાના પૈસાનું પાણી કરનારા, સમાજવાદની સુફિયાણી વાતે ચલાવી રહ્યા છે.
સાચા સમાજવાદીની નજર, બીજાની અગવડ તરફ હોય, પિતાની સગવડ તરફ નહિ. બીજાની સાનુકૂળતાને ભાગ લેનાર સમાજવાદી પણ નથી અને માનવતાવાદી પણ નથી અને જે છે તે તકલાદીને તકવાદી.
માટે જ કહીએ છીએ કે સ્કૂલ સમાનતાના ભ્રમમાં ન ફસાશે. પુણ્ય-પાપના ભેદ અનુસાર સગવડના ભેદ પણ રહેવાના. વધુને વધુ સગવડને મેહ તમને સગવડના દાસ બનાવી દેશે. જરા જેટલી અગવડ પણ તમને અકળાવી મૂકશે, બીજાઓ તરફના તમારા ભાવને મલીન બનાવી દેશે. જીવન તમારું ભેગપ્રધાન મટીને, ત્યાગપ્રધાન બનશે એટલે સાચે સમાજવાદ આપોઆપ તમારા આચારમાં વણાઈ જશે.
સમાજવાદનું સત્વઃ
એક શ્રીમંતને ઘેર એક ચોર ચોરી કરવા આવ્યું. ચાલાકીથી ચોરી કરીને પાછા ફરતાં તે પકડાઈ ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org