________________
સમાજવાદને સાચો આદર
૧૧૮: પ્રતિષ્ઠાથી ન્યારી અંગત ઈજજત યા પ્રતિષ્ઠાની લાલસાથી મુક્ત રહેવું અને પિતાની સમગ્ર શક્તિ વડે સમાજશ રીરને શક્તિસંપન્ન બનાવવાના કામમાં બદલાની જરા પણ અપેક્ષા ન રાખવી એ છે સમાજવાદની વ્યાખ્યા.
સમાજ' શબ્દને જેટલો વ્યાપક અર્થ કરીએ તેજ મુજબની વ્યાપકતા પિતાના જીવનમાં કેળવવાથી માનવી, આખી દુનિયાને મિત્ર બની શકે છે અને “સમાજ' શબ્દને ઘર યા શેરી પૂરતું જ સીમિત કરી દેવાથી માનવી, સંકુચિત મનને બની જાય છે અત્યારે બધે “સમાજવાદ' શબ્દ તે, તે રાષ્ટ્રની અસ્મિતા પૂરતે વપરાય છે. પરંતુ રાષ્ટ્રનું સમાજવાદમાં રૂપાંતર કરવાનું કાર્ય જે ઉદારતા, સહિષ્ણુતા, ત્યાગવૃત્તિ તેમજ સંયમ પ્રચુર જીવનની અપેક્ષા રાખે છે તે જે તે રાષ્ટ્રના નાયકના જીવનમાં ન હોય તો તે રાષ્ટ્રનો તે “સમાજવાદી માત્ર કાગળીઆ ઉપર જ જીવતે રહે, અને બિચારા પ્રજાજને રોજેરોજ અર્થહીન પજવણીના ભંગ બનતા રહે.
બીજાનું બળજબરીથી પડાવી લઈને સાચે સમાજવાદ ન સ્થાપી શકાય. સાચા સમાજવાદ માટે સ્વાર્થનું વિકેન્દ્રીકરણ કરવું પડે. પુણ્ય-પાપના ભેદને સમજ્યા સિવાય કલમ અને કાયદાના જોરે બધાને બહારથી એકસરખા કરી નાખવાની નીતિ ખતરનાક છે. દરેક આત્મા, આ દુનિયામાં સગવડ-અગવડ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org