________________
ભાન્તિઃ
૧૦૮ અમારી આ વાત કદાચ નહિ સમજાય તે આવતી કાલે વધુ આકરા અનુભવ પછી થાકીને પણ તમારે અમારી વાત સ્વીકારવી જ પડશે.
હૈયાના હેતને ભરખી જનારી અસંતોષની આગને વધારનારા વિચારો વચ્ચે સાચી શાન્તિ કઈ રીતે ટકવાની હતી? પરહિતનો ખ્યાલ વગરના જડ વર્તનની જે પ્રતિક્રિયા થાય છે તે તમને જંપવા નહિ જ દે. સમતા કે જે આત્માની મુડી છે તેની જરા જેટલી પણ દરકાર આજે તમને છે? એ મુડી ને વેડફાઈ જાય તેની કેટલી કાળજી તમે રાખે છે? દશની નેટના બદલામાં, કરડે આપતાં પણ ન મળે એવી અણમોલ એ મુડીને બરબાદ કરી નાખવા સુદ્ધાની ગંભીર ભૂલ પછી પણ તમારા જીવનમાં પશ્ચાતાપની જે જીવંત જવાળા ફેલાઈ જવી જોઈએ તે નથી ફેલાતી તે એમ સૂચવે છે કે તમે હજી સમતાની સાચી કિંમત સમજતા થયા નથી અને પાંજરાના પઢાવેલા પિપટની જેમ “શાન્તિ” “શાન્તિ” બેલી રહ્યા છે. મન-ભેદઃ - તમે જે સાચે જ શાતિ ઝંખતા હે તે એને ભંગ કરનારા મન-ભેદથી દૂર રહેજો. આ મન-ભેદ, મતભેદમાંથી જન્મે છે. દરેક વ્યક્તિના વિચાર એકસરખા હોય એવું ભાગ્યે જ બને છે. આ વિચાર વૈવિધ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org