________________
૧૦૫ :
સફળતાનાં સોપાન
શાન્તિના શત્રુ
ધગધગતા તવા ઉપર પડેલું પાણીનું ટીપું છમ્મ કરતું ઉડી જાય છે, તેમ જે ઘરમાં કલહ-કંકાસ ચાલતા હોય છે ત્યાં શાન્તિ પગ ટેકવી શકતી નથી. સંકુચિતતા, એકબીજાને સાંભળવા તેમજ સમજવાની વૃત્તિને અભાવે એ બધાં કલહને પિષે છે અને શાન્તિને શેષે છે. ઘરમાં સતતપણે ચાલતા કલહના કારણે બીજા પણ અશુભ નિમિત્તો ઊભાં થાય છે અને એ ઘરમાં રહેનાર સહુને ત્રાસ પિકરાવી દે છે.
• ગમે તેવી પણ રાષ્ટ્રીય યા આંતરરાષ્ટ્રીય શાતિને સાચો આધાર તે તે રાષ્ટ્રની પ્રજાના જીવન તરફના દષ્ટિકોણ ઉપર અવલંબે છે. જો તમે એકવાર એટલે દઢ સંકલ્પ કરી લે કે “ભલે ગમે તે થાય, પરંતુ અમે અમારા જીવનને અશાન્તિની આગમાં તે નહિ જ હેમીએ, કોઈ કદાચ અમને તેમ કરવાની ફરજ પાડશે તો અમે તે વ્યક્તિને સમજાવવાની કેશિષ કરીશું, તેમ છતાં જે તે વ્યક્તિ નહિ સમજે તે પણ અમે તો અમારા નિર્ધારને આખર સુધી વળગી જ રહીશું.'
અન્યના જીવનની શાન્તિને સળગાવી મૂકનારા શબ્દોનાં ઝેરી બાણ જે તમે છેડતા હે અથવા છેડવાની શક્તિ ધરાવતા હો તો તમને શરમ આવવી જોઈએ. નહિ કે એવી હીન શક્તિ માટેને ઘમંડ તમારા મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org