________________
વિશ્વશાન્તિઃ
૧૦૪:
નેહ એટલે સર્વ જી તરફને સદ્ભાવ પાપીમાં પાપી માનવ તરફ પણ જો તમે દુર્ભાવ દાખવશે તે તમારા જીવનમાં ખળભળાટ પેદા થશે, તમારું મન મેલું થશે. વિચારની પવિત્રતાની ધારા ખંડિત થઈ જશે
જ્યારે આજે તે વાતવાતમાં ઉશ્કેરાઈ જવું, સામ સામા આક્ષેપો કરવા, એકબીજાની ગુપ્ત વાતો બેલી નાખીવી એ બધુ સાવ સામાન્ય બનતું જાય છે અને તેથી જગતમાં શાન્તિને બદલે અશાન્તિ વધતી જાય છે, અવ્યવસ્થા ફાલતી જાય છે. સદ્દભાવપૂર્ણ જીવનવ્યવહાર તે કયાંક જ જોવા મળે છે.
મન તેમજ ઈન્દ્રિય ઉપર કાબુ રાખે, તે માટે જરૂરી સાદાઈ સ્વીકારવી તેમજ સહુને સાંભળવા સમજવાની તત્પરતા દાખવવી એ જે તમે તમારા
વ્યવહારમાં ગુંથી શકશે તે શાન્તિ માટે તમારે ભાષણે નહિ કરવાં પડે, પરંતુ તમને જોતાની સાથે જેનારને શાન્તિનું સુભગ દર્શન થશે. સંચમીને શાન્તિ માટે વલખાં નથી મારવા પડતાં, પરંતુ શાન્તિ સદા તેની સાથે રહે છે. કારણ કે બીજા ને અશાન્તિની આગમાં ધકેલી મૂકવાને શુદ્ર વિચાર તેને સેવવા જેવો લાગતો નથી. આ સંયમી સાચી શાન્તિ અનુભવે છે. તેમજ તેની છાયામાં રહેનારને પણ શાન્તિને અનુભવ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org