________________
૧૦૩
સફળતાનાં પાન:
અસંતેષનું સ્વરૂપ
ભયાનક છે અસંતોષનું સ્વરૂપ. ન દેખી શકાય તેવી તેની જવાળાઓ ભલભલા ભડવીરને પણ ભીતરમાં બાળવા માંડે છે. કાણું વાસણ કયારે ય પૂરું ભરાય નહિ તેમ અસંતોષી માણસને જેટલું મળે તેટલું ઓછું જ પડે. અને વધારે માટે તે દિન-રાત વલખાં માર્યા કરે. નીતિ-અનીતિનો ભેદ પણ ન જાળવે. સામે સગે ભાઈ હોય તો તેને પણ ન છેડે “બસ લાવો”! એ જ એક મંત્ર લઈને તે રઘવાયાની માફક જ્યાં-ત્યાં ઉડાઉડ કર્યા કરે. બે ટંક શાન્તિને રોટલો પણ તે ન પામે. વર્તમાન સમયના કેટલાક વિચારકે મહત્ત્વાકાંક્ષાના સમર્થનમાં સંતેષને ગૌણ કરવાની વાત પણ કરે છે, પણ શું તેઓ મહત્વાકાંક્ષી પુરૂષના આખરી અંજામને ભૂલી જાય છે?
શું સિકંદર એ છે મહત્વાકાંક્ષી હતો? પણ તેને આખરી અંજામ છે આ ? નેપોલીઅનની શી દશા થઈ? હજી હમણાં જ થઈ ગએલા હીટલરના કેવા હાલહવાલ થયા ? ગમે તેવી પ્રશસ્ત પણ મહાત્વાકાંક્ષા તેજ સારી ને હિતકારી કે જેના યોગે જીવનમાં સંતોષ સાત્વિક્તા તથા સંસ્કારિતા જાગ્રત થાય. શાન્તિસદનઃ
જીવનને શાન્તિસદન બનાવવા માટે સંતેષ જેટલી જ જરૂર નેહ, સંયમ, સાદાઈ અને સહિષ્ણુતાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org